Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ? : આરોગ્યમંત્રીનું મોટું નિવેદન

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ? : આરોગ્યમંત્રીનું મોટું નિવેદન

સરકારે બનાવેલ વિશેષ કોવિડ એપ્લીકેશનનું સાંજે લોન્ચિંગ

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈકાલના રોજ રાજ્યમાં કોરોનાના નવા 177 કેસ નોંધાયા હતા. છેલ્લા અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે તે ચિંતાજનક બાબત છે. તો ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં આજે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ દેખાઈ રહ્યા છે.

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના કેસો વધતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરના એંધાણ માટે રાજ્ય સરકાર સજ્જ છે. કોરોનાને પહોચી વળવા માટે રાજ્યમાં  ICU બેડ સહીતની તમામ વ્યવસ્થાઓ છે. તમામ લોકોએ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ. સરકારી કાર્યકર્મોમાં પણ તમામ નિયમોનું પાલન થતા હોવાનું આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું. માત્ર ફોટોગ્રાફી માટે જ માસ્ક કાઢવામાં આવે છે. તેમજ તમામ લોકોને પણ સાવચેત રહેવા માટે જણાવ્યું હતું.

ત્રીજી લહેરને પહોચી વળવા માટે રાજ્ય સરકારે વિશેષ એપ તૈયાર કરી છે. જેમાં નજીકની હોસ્પિટલમાં ખાલી બેડ અને ઓક્સિજન બેડ સહિતની માહિતી એપથી મળશે જેના પરિણામે નાગરિકોને બેડ શોધવાની મુશ્કેલીઓ નહી પડે. આજે સાંજે આ એપ્લીકેશન લોન્ચ થશે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular