Wednesday, November 13, 2024
Homeરાજ્યગુજરાતશિક્ષકો માટે જીતુ વાઘાણીની મોટી જાહેરાતો

શિક્ષકો માટે જીતુ વાઘાણીની મોટી જાહેરાતો

- Advertisement -

ગુજરાતના સરકારી શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓને લઇને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને મહત્વની જાણકારી આપવામાં આવી હતી. શિક્ષક સંઘો અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કર્યા બાદ જીતુ વાઘાણીએ શિક્ષકો માટે મહત્વના નિર્ણયો લીધા છે.

- Advertisement -

જીતુ વાઘાણીએ કહ્યું હતું કે આજે શિક્ષકો માટે દિવાળી જેવો દિવસ છે. ફિક્સ પગારમાં નોકરી પામેલાનો સળંગ ગણાશે.એટલેકે જો કોઈ શિક્ષક હોય અને આચાર્ય બને તો સળંગ નોકરી ન ગણાતી પરંતુ આ વિસંગતતા દુર કરવામાં આવી છે. ઉપરાંત હેડ માસ્તર એપ્ટીટ્યુડ ટેસ્ટ ભરતીની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે. તેમ શિક્ષણમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સિવાય આચાર્ય માટે પણ હવેથી ATCનો લાભ આપવામાં આવશે.

પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ જૂની પ્રણાલી પ્રમાણે રિવ્યુ થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્કૂલના સમય ઉપરાંત ભણાવવાની ખાતરી આપવામાં આવી છે. એક-એક વર્ગની સ્કૂલોમાં મહેકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આવી શાળાઓમાં પણ વધુ એક શિક્ષક ફાળવવામાં આવશે. ઉપરાંત નોન ટીચિંગ સ્ટાફને પણ શરતી બઢતી આપવામાં આવશે. અને સાતમાં પગારપંચના બાકી હપ્તાની ચુકવણી પણ જલ્દીથી જ કરી દેવામાં આવશે તેમ શિક્ષણમંત્રી દ્વારા બાહેંધરી આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular