Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયભારતના ઈતિહાસમાં પ્રથમ વખત રજુ થયેલ પેપરલેસ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત

ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત રજુ થયેલ પેપરલેસ બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાત

- Advertisement -

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ વાંચવાની શરૂઆતા કરી દીધી છે. ભારતના ઈતિહાસમાં આ વર્ષે પહેલીવાર પેપેરલેસ બજેટ રજુ કરવામાં આવ્યું છે.નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ બજેટનો પહેલો હિસ્સો છે- હેલ્થ એન્ડ વેલબીઈંગ. અમે બચાવ, સારવાર અને વેલ બીઈંગ પર ફોકસ કરવા માંગીએ છીએ. 64,180 કરોડ રૂપિયાના બજેટ સાથે નાણામંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરૂ કરાશે. કોરોના મહામારીના કારણે બગડેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા આ બજેટમાં કોઈ મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.

- Advertisement -

ખેડૂતો માટે મોટી જાહેરાત

ખેડૂતો માટે વધુ 75 કરોડ આપવાની જાહેરાત નિર્મલા સિતારમન દ્રારા કરવામાં આવી છે. ખેડૂતોને ખર્ચ કરતા દોઢ ગણો વધુ ભાવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોના પાકની ખરીદી પણ વધુ ઝડપી કરવામાં આવશે. સરકાર ખેડૂતોની સુખાકારી માટે વધુ કટિબદ્ધ છે. ટેકાના ભાવ મામલે પણ મૂળભૂત પરિવર્તન કરવામાં આવશે. એમએસપીના મામલામાં મૂળભૂત પરિવર્તન કરવામાં આવ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular