વોર્ડ નં. 15માં સિલ્વર પાર્ક સહજાનંદ સોસાયટીમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)ના હસ્તે મહાદેવના મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં. 15ના કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જેન્તીભાઇ ગોહિલ, જિલ્લા પંચાયત સભ્ય મનસુખભાઇ ચભડીયા, શહેર ભાજપ મંત્રી પરેશભાઇ દોમડીયા, કિશાન મોરચા મંત્રી હસુભાઇ પેઢડીયા, યુવા ભાજપ મંત્રી ચિરાગભાઇ અસ્વાર, સ્થાનિક આગેવાન મનસુખભાઇ ચોવટીયા, રમેશભાઇ બુસા, મનસુખભાઇ ચાંગાણી, હરીભાઇ બુસા, દિપેશભાઇ તરાવીયા, સહદેવસિંહ જાડેજા, ભીખાભાઇ ડાંગર, હિતુભા પરમાર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.