Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકોની  આઇસીડીએસ શાખા દ્વારા ટાઉનહોલ ખાતે ભૂલકા મેળો યોજાયો

Video : જામ્યુકોની  આઇસીડીએસ શાખા દ્વારા ટાઉનહોલ ખાતે ભૂલકા મેળો યોજાયો

ભૂલકા મેળામાં આંગણવાડીના બાળકો દ્વારા અભિનય ગીત, વેશભૂષા, બાળગીત સહિતના કાર્યક્રમો રજૂ થયા

- Advertisement -

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ દ્વારા આજે શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે ભૂલકા મેડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમ અધ્યક્ષ મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ ભૂલકા મેળામાં મહેમાનોનું સ્વાગત કઠોળના બાસ્કેટથી કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ ઓફિસર  હરેશભાઈ ગોરીએ ભૂલકા મેળા વિશે પ્રાથમિક સમજ આપી હતી, આ ભૂલકા મેળાના કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ભુલકા મેડો જુનાગઢ ખાતે યોજાયો હતો,

- Advertisement -

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભૂલકામેડા 2022 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર દ્વારા અલગ અલગ 17 જેટલી થીમ આપવામાં આવી છે આપણા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે બાળકો નાનપણથી જ અભ્યાસ સર્જનાત્મક પ્રવૃત્તિઓ રમતગમત સહિતની કેળવણી મેળવે તે માટે આંગણવાડીમાં તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, ઉપરાંત ખેલકૂદને લગતા સાધનો પણ દરેક આંગણવાડીમાં સરકાર દ્વારા મૂકવામાં આવ્યા છે આ સાથે જ બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે આંગણવાડી કેન્દ્ર પર પૌષ્ટિક આહાર બાળકોને નિયમિત રીતે આપવામાં આવે છે.

સરકાર દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ હેઠળ દરેક બાળકનો શારીરિક બૌદ્ધિક સર્જનાત્મક સર્વાંગી રીતે વિકાસ થાય તે માટેની કામગીરી આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે સમયાંતરે આંગણવાડીના કાર્યકરો બહેનોને ટ્રેનિંગ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે.

- Advertisement -

આજના ભૂલકા મેડામાં મારો દેશ, કપડા, વાહન જેવી અલગ અલગ થીમ પર એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે પ્રદર્શનની ખુલ્લી મૂકવામાં આવી હતી ,આ પ્રદર્શનમાં ભીમવાસ આંગણવાડી કેન્દ્રનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો, તેમ જ ગાંધીનગર બેડી ફાટક ગ્રુપનો દ્વિતીય ક્રમાંક આવ્યો હતો ,અને વાહનની થીમ પર અશોક સમ્રાટ નગર નો તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો હતો. તમામ સ્પર્ધકોને અને ભૂલકા મેળામાં આવેલા બાળકોને મેયર બીનાબેન કોઠારી ના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભીમવાસ  આંગણવાડી કેન્દ્રની સ્વરા વાનવી નામની બાળાએ સૌને મંત્રમુગ્ધ કરી દે તેવું વક્તવ્ય આપ્યું હતું  આ કાર્યક્રમમાં આંગણવાડીના ભૂલકાઓ દ્વારા અભિનય ગીત બાળગીત વેશભૂષા સહિતના કાર્યક્રમો સાથો સાથ સર્જનાત્મક કામગીરી કરવામાં આવી હતી.

આ ભૂલકા મેળામાં અંદાજિત 600 બાળકો વાલીઓ અને આંગણવાડીના કાર્યકરો એ હાજરી આપી હતી કાર્યક્રમના અંતે મેયર સહિતના ઉપસ્થિત  પદાધિકારીઓના હસ્તે તમામ બાળકોને ફૂડ પેકેટ – ગિફ્ટ  આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા આસિ. કમિશનર  કોમલબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી ચંદ્રેશભાઇ ભાંભી સહિતના પદાધિકારીઓ – અધિકારીઓ કોર્પોરેટરઓ  ગોપાલભાઈ સોરઠીયા  શોભનાબેન પઠાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિશનર  વિજયકુમાર ખરાડી , નાયબ કમિશનર  ભાવેશભાઈ જાની , પ્રોગ્રામ ઓફિસર   ડો.હરેશભાઈ ગોરી, ના માર્ગદર્શન મુજબ આઇસીડીએસના સીડીપીઓ ઝરણાબેન પંડ્યા, રોશનીબેન ભંડેરી, પાપા પગલી ઇન્સ્ટ્રક્શન બીનાબા વાડા, ક્રિષ્નાબેન જોશી, કૃપાલીબેન ઉપાધ્યાય સહિતનાઓએ ભારે જાહેમત ઉઠાવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular