જામનગર મહાનગરપાલિકાની આઇસીડીએસ શાખા દ્વારા પા પા પગલી કાર્યક્રમ અંતર્ગત ભુલકા મેળો 2025 તથા માતા યશોદા એવોર્ડનું ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ પ્રોજેકટ તૈયાર કરાયા હોય તેનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. તથા શાળાના બાળકોએ દેશભકિત સહિતની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજુ કર્યા હતાં. આ કાર્યક્રમમાં જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદી, સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશભાઇ જાની, મુકેશભાઇ વરણવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


