Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરભાણવડની પરિણીતા ગુમ

ભાણવડની પરિણીતા ગુમ

- Advertisement -

ભાણવડમાં રહેતી દલવાડી જ્ઞાતિની પરિણીતા સગા-વ્હાલાને ત્યાં જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. પરિણીત મહિલાના પતિએ ભાણવડ પોલીસમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની પોલીસ ચોપડેથી મળતી વિગત મુજબ ભાણવડના પટેલનગર વિસ્તારમાં વસવાટ કરતી દલવાડી જ્ઞાતિની ભાનુબેન દિવ્યેશભાઇ કણજારીયા (ઉ.વ.28) તા. 19 જુલાઇના રોજ પોતાના ઘરેથી સવારે 8 વાગ્યે સગા-વ્હાલાને ત્યાં જવાનું કહી નિકળી હતી. પરંતુ ત્યારબાદ પરિણતાની શોધખોળ કરતાં ઘરે પરત નહીં આવતાં તેના પતિએ ભાનુબેનનો પતો નહીં મળતાં ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ લખાવી હતી. ભાણવડ પોલીસના હેડ કોન્સ. બી.એમ. બેડીયાવદરાએ ગુમ નોંધ દાખલ કરી પોલીસે તપાસનો દોર શરુ કર્યો છે. ગુમ થયેલ પરિણીતા ભાનુબેને ક્રિમ કલરનો ડ્રેસ પહેરેલ છે અને સાડા પાંચ ફૂટની લંબાઇ ધરાવે છે. કોઇને પત્તો મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular