દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતા યુવાનનું રવિવારે સાંજે મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની બનેલી ગંભીર દુર્ઘટનામાં મોત નિપજતા ભાણવડમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામમાં રહેતો ભૌતિક નટુભાઈ ખાણધર (ઉ.વ.25) નામનો યુવાન તેના પરિવાર સાથે મોરબી ગયો હતો અને ત્યાંથી પરિવારજનોને બસમાં બેસાડી ભૌતિક તથા તેના પિતરાઇ ત્યાં જ રોકાયા હતાં દરમિયાન રવિવારે સાંજના સમયે મોરબીના ઝૂલતા પુલ તૂટવાની ગંભીર દુર્ઘટનામાં 150 થી વધુ લોકોના મોત નિપજ્યાનું બિનસતાવાર આંકડો મળી રહ્યો છે આ દુર્ઘટનામાં ભાણવડના ભૌતિક નટુભાઈ ખાણધર નામના યુવાનનું મોત નિપજ્યાનું જાણ થતા પરિવાર પર આભ તૂટી પડયો હતો અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.