જામનગર શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ચેટીચાંદ પર્વ નિમિત્તે સિંધી સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં હિન્દુ સેના દ્વારા ઓશવાળ હોસ્પિટલ પાસે હિન્દુ સેના દ્વારા ફટાકડા ફોડી ફૂલહાર દ્વારા ભહેરાણાસાહેબની જ્યોતનું સ્વાગત કર્યું હતું. હિન્દુ સેના શહેર પ્રમુખ દિપક પિલ્લાઇ, મંત્રી મયૂર ચંદન, રણજીતસિંહ રાઠોડ, ઘનશ્યામ ચિતારા, જયેશ પિલ્લાઇ, અમિતભાઇ પઢીયાર, જતીન ઠાકોર, ગુંજ કારીયા, માધવ પુંજાણી, ધિરેન નંદા, કિશન નંદા, સાહિલ સોલંકી, પ્રતિક ભટ્ટ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.