Monday, December 23, 2024
Homeરાજ્યપશુના ગળાનું દોરડું એના મોતનો ગાળીયો બને એ પહેલાંજ એને ખીલેથી છોડી...

પશુના ગળાનું દોરડું એના મોતનો ગાળીયો બને એ પહેલાંજ એને ખીલેથી છોડી દેવા હિતાવહ

- Advertisement -

હાલ બિપરજોય વાવાઝોડાની આફત જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પર તોળાઈ રહી છે, ત્યારે માનવીની જેમ દરેક જીવ પણ સલામત રહે એ જોવું આપણા સૌની નૈતિક ફરજ છે. કુદરતી આફત દરમિયાન આપણે આપણા પશુઓને પણ એટલું જ સુરક્ષિત આશ્રયસ્થાન પૂરું પાડીએ જેટલું આપણે આપણા માટે ઇચ્છીએ છીએ.

- Advertisement -

ઉપરોક્ત તસવીર જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામની છે કે જ્યાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું છે અને એ વૃક્ષની સાથે જ દોરડે બાંધેલી એક ભેંસનું પણ દબાઈ જવાના કારણે મરણ થયું છે. ત્યારે જરૂરી છે કે સરકાર તથા પશુપાલન વિભાગની વખતો વખતની સૂચનાઓ ધ્યાને લઇ સૌ પશુપાલકો પોતાના પશુઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ઉભું કરે અથવા આફતના સમયે પશુઓને ખીલેથી છુટા મૂકી સુરક્ષિત સ્થળે લઈ જાય. માત્ર આટલી તકેદારી જ અનેક મૂંગા પશુઓના જીવ બચાવી શકે છે. નોંધનીય છે કે જામનગરમાં ગત વર્ષોમાં આવેલ અતિવૃષ્ટિના સમયે પણ ખીલેથી બાંધેલા હોવાના કારણે અનેક પશુઓના મૃત્યુ થયા હતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular