અદાણી સોલર દ્વારા દરિયાઈ પટની સવચ્છતા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. માંડવીના દરિયાઈ કિનારાને કચરા પ્રદૂષણથી મુક્ત કરવા ક્લીન-અપ ડ્રાઈવ યોજવામાં આવી હતી. માંડવી વિન્ડ ફાર્મ બીચ ક્લીન-અપ ડ્રાઇવમાં માંડવીના સ્થાનિક લોકો તેમજ આમંત્રિત મહેમાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ સ્વચ્છ સાગરતટ અભિયાનમાં જોડાઈને ક્લીન-અપ ડ્રાઈવ ને સફળ બનાવી હતી.
માંડવી વિન્ડ ફાર્મ બીચની પર વિવિધ પ્રકારનો પ્લાસ્ટિકેનો કચરો બીચની સુંદરતાને હણી રહ્યો હતો. વળી તે દરિયાઈ જીવો માટે પણ હાનિકારક હતો. અદાણી સોલારની ટીમે જ્યારે આ દરિયાઈ પટ્ટીની મુલાકાત લીધી ત્યારે પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા ક્લીન-અપ ડ્રાઈવ માટે નિર્ધાર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં માંડવી નગરના ઉત્સાહિત લોકો અને સ્થાનિક સેવાકીય સંસ્થાઓએ ભાગીદારી કરી હતી. સાગર સ્વચ્છતાને પ્રાધાન્ય આપતા આમંત્રિત મહેમાનોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક (જઞઙ)નો ઉપયોગ ટાળવા સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. તેમજ દરિયાઈ સૃષ્ટિના જતન માટે લોકો જાગૃત બને તે માટે આગ્રહ કર્યો હતો. બીચની સફાઈ બાદ અંદાજે 1 મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો.
પર્યાવરણપ્રેમી બાળકોએ પણ આ પહેલમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બાળકો એ વાતથી વધુ ખુશ હતા કે તેઓ રમતગમત અને મનોરંજન માટે સ્વચ્છ બનેલા બીચને મોકળાશથી માણી શકશે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે અદાણી સોલારના ઊઇંજ વિભાગ દ્વારા પ્લાસ્ટિકના યુઝ, મીસયુઝ અને એબયુઝ (ઉપયોગ અને દુરૂપયોગ) વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, ઉર્જા અને જળ સંરક્ષણ તેમજ પર્યાવરણ જતન આધારિત જીવનશૈલી થકી વેસ્ટ અને ઈ-વેસ્ટમાં ઘટાડો કરવા અપીલ કરી હતી.
પ્લાસ્ટિકનો કચરો પર્યાવરણ માટે મોટું સંકટ બની ગયો છે. પ્લાસ્ટિક પ્રદૂષણના ગંભીર ખતરાને જોતાં સૌએ સિંગલ યુઝ પ્લાસ્ટિકને રોકવાના મિશનમાં સહભાગી થવું જોઇએ. આવી બીચ-ક્લીન ડ્રાઈવ જેવી પ્રવૃત્તિઓ પ્રદૂષણ ઘટાડવાની સાથે સમાજમાં લોકજાગૃતિ લાવવાનું કાર્ય કરે છે.