Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતવિધિ સમારોહ

જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખાતવિધિ સમારોહ

- Advertisement -

આધ્યાત્મિકનગરી જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, જામનગરના પટાંગણમાં બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર સંકુલની ખાતવિધિ ખૂબ ભવ્યાતાથી સંપન્ન થઇ હતી.

- Advertisement -

આ પ્રસંગે બીએપીએસના વરિષ્ઠ સંત પૂ. સાનેશ્ર્વરસ્વામી તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, કલેકટર બી.એ. શાહ, કમિશનર ડી.એન. મોદી, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા અને લખધીરસિંહ જાડેજા ઉપરાંત ધારાસભ્ય રિવાબા જાડેજા, ડીઇઓ મધુબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતાં અને તેઓના હસ્તે ખાતવિધિ સંપન્ન કરાઇ હતી.
આ પ્રસેં કમિશનર ડી.એન. મોદી તેમજ કેબિનેટમંત્રી મુળુભાઇ બેરાએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વિશ્ર્વવ્યાપી શૈક્ષણિક સેવાને બિરદાવી જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શરુ થતાં શૈક્ષણિક સંકુલના પ્રકલ્પની સરાહના કરી હતી. તેમજ પૂ. સ્વામિજીએ શિક્ષણનું મહત્વ અને ચારિત્ર્યયુક્ત શિક્ષણની અગત્યતા સમજાવી આ નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. અંતમાં પ.પૂ. મહંતસ્વામિ મહારાજે વિડીયો આર્શિવાદ આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular