Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયનવેમ્બરમાં 17 દિવસ બેન્કો બંધ રહેશે : જાણી લો રજાનું લીસ્ટ

નવેમ્બરમાં 17 દિવસ બેન્કો બંધ રહેશે : જાણી લો રજાનું લીસ્ટ

- Advertisement -

નવેમ્બર મહિનો તહેવારોથી ભરેલો હોવાથી બેન્કો 17 દિવસ સુધી બંશ રહેશે. દર મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. જેથી ગ્રાહકોને તેમના કામમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તમામ રાજ્યો અને વર્ષના તમામ શહેરોની રજાઓની યાદી એક સાથે બહાર પાડે છે.નવેમ્બર મહિનામાં જે 17 રજાઓ આવે છે તે જે તે રાજ્ય અને શહેરોને ધ્યાનમાં રાખીને રહેશે.

- Advertisement -

આ છે રજાઓનું લીસ્ટ

1 નવેમ્બર  – કન્નડ રાજ્યોત્સવને કારણે બેંગલુરુ અને ઈમ્ફાલમાં બેંકો બંધ રહેશે.

- Advertisement -

3 નવેમ્બર – નરકા ચતુર્દશીના અવસર પર બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.

4 નવેમ્બર – દિવાળી અમાવસ્યા/કાલી પૂજાને કારણે, બેંગ્લોર સિવાયના તમામ શહેરોમાં બેંકોમાં કામકાજ થશે નહી

- Advertisement -

5 નવેમ્બર  – દિવાળી/વિક્રમ સંવત/નવા વર્ષ/ગોવર્ધન પૂજાના કારણે અમદાવાદ, બેલાપુર, બેંગલુરુ, દેહરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનૌ, મુંબઈ અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.

6 નવેમ્બર – ભાઈબીજ/ચિત્રગુપ્ત જયંતિ/લક્ષ્મી પૂજા/દીપાવલી/નિંગોલ ચકોબાના કારણે ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, લખનૌ અને શિમલામાં બેંકો બંધ રહેશે.

10 નવેમ્બર – છઠ પૂજા/સૂર્ય ષષ્ઠી/દળ છઠના અવસર પર પટના અને રાંચીમાં બેંકો બંધ રહેશે.

11 નવેમ્બર- ​​છઠ પૂજાના અવસર પર પટનામાં બેંકો બંધ રહેશે.

12 નવેમ્બર- ​​શિલોંગમાં વાંગલા મહોત્સવ નિમિત્તે બેંકો બંધ રહેશે.

13 નવેમ્બર- બીજો શનિવાર હોવાથી બેંકમાં કામકાજ નહી થાય

19 નવેમ્બર – ગુરુ નાનક જયંતિ/કાર્તિક પૂર્ણિમાના કારણે આઈઝોલ, બેલાપુર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા અને શ્રીનગરની બેંકો બંધ રહેશે      

22 નવેમ્બર – કનકદાસ જયંતિના કારણે બેંગલુરુમાં બેંકો બંધ રહેશે.

23 નવેમ્બર- ​​સેંગ કુત્સાનેમ નિમિત્તે શિલોંગમાં બેંકો બંધ રહેશે.

27 નવેમ્બર- ચોથો શનિવાર હોવાથી બેંકમાં કામકાજ નહી થાય

આ સિવાય 7,14,21,28 નવેમ્બરના રોજ રવિવારના લીધે બેન્કો બંધ રહેશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular