Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબજરંગદળ શૌર્ય જાગરણ યાત્રાનું મોટીખાવડી ખાતે સ્વાગત કરાયું

બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રાનું મોટીખાવડી ખાતે સ્વાગત કરાયું

- Advertisement -

વિશ્વમાં ભારત દેશ સૌથી યુવા દેશ છે અને આજનો હિનદુ યુવાન રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર છે. વિશ્ર્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગદળનો ઉદય 1984માં થયો હતો. ત્યારે વિશ્ર્વ હિન્દુ પરિષદના 60 વર્ષ નિમિત્તે સંતોના આહવાનથી સમગ્ર ભારતમાં બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે આ યાત્રાનું સ્વાગત મોટીખાવડી ખાતે કરાયું હતુ.

- Advertisement -

શ્રીરામ મંદિર બનાવવા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર અમર બલિદાનીઓના શૌર્યને અંકિત કરતી શૌર્ય જાગરણ યાત્રા નિકાવાથી શરુ થઇ હાલારના દરેક તાલુકામાં પ્રસ્થાન થઇ ત્યારે જામનગર જિલ્લાના મોટીખાવડી ખાતે પહોંચી ત્યારે સંયુક્ત નૈતિક માનવ અધિકારના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જામનગર તાલુકાના પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ નાની બાળાઓ દ્વારા રથયાત્રામાં ભગવાન શ્રીરામને તિલક ફૂલહાર કરી પૂજા-અર્ચના કરી ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ તકે તાલુકા પંચાયતના સદસ્ય વિપુલસિંહ જાડેજા તથા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ભરતસિંહ જાડેજા તથા મોટીખાવડી ગ્રામ પંચાયતના પૂર્વ ઉપસરપંચ ભરતસિંહ આર. જાડેજા તથા પૂર્વ ઉપસરપંચ ધનુભા જાડેજા તથા યુએનએચઆરસીના જામનગર જિલ્લા પ્રમુખ પ્રદીપસિંહ વાળા તથા યુએનએચઆરસીના જામનગર જિલ્લા મિડીયા ક્ધવીનર જીતેન્દ્રસિંહ જાડેજા તેમજ મોટીખાવડીના યુવાનો તથા આગેવાનો જોડાયા હતાં અને જયશ્રીરામના નારા સાથે મોટીખાવડી ગુંજી ઉઠયું હતું. આ યાત્રામાં હિન્દુ હિત અને રક્ષા કાજે સહભાગી થઇ હિન્દુ એકતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું હતું. તેમ સંયુક્ત નૈતિક માનવ અધિકાર જામનગર જિલ્લાના મીડીયા ક્ધવીનર જીતેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular