જામનગરની યુવતિને વિધર્મી યુવક દ્વારા હિન્દુ હોવાની ઓળખ આપી લગ્નની લાલચે શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી હતી. જેમાં આરોપીએ અદાલત સમક્ષ જામીન અરજી કરતાં અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ જામનગરમાં પોશ વિસ્તારમાં વસવાટ કરતી યુવતિએ મોલમાંથી લોન પર એસીની ખરીદી કરી હતી. જેમાં લોનના ડોક્યુમેન્ટ એક યુવકને આપ્યા હતાં જે યુવકે યુવતિના તમામ દસ્તાવેજો લોનમાં જરુરીયાત હોવાનું જણાવી પોતાની પાસે કબજે કરી યુવતિ હિન્દુ ધર્મની હોવાની જાણ થતાં અવાર-નવાર વિધર્મી યુવક દ્વારા ભોગ બનનાર યુવતિને કોઇને કોઇ કારણોસર લોનના દસ્તાવેજો માટે ફોન અને મેસેજ કરી બોલતો હતો. આ દરમિયાન વિધર્મી યુવકે પોતે હિન્દુ હોવાની ઓળખ આપી હતી અને તેમનું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા તરીકે ઓળખાણ આપી યુવતિ સાથે મિત્રતા કેળવી હતી.
આ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમસંબંધ થતાં યુવતિએ આ વિધર્મી યુવકને લગ્ન કરવાનું જણાવતાં વિધર્મી યુવતિએ યુવતિના પરિવારને પણ વિશ્ર્વાસમાં લઇ ભોગ બનનારના પરિવારને પણ હિન્દુ હોવાની ઓળખ આપી લગ્ન માટે વિશ્ર્વાસમાં લીધા હતાં અને યુવક રોજબરોજ ભોગ બનનારને મળતો હતો. આ દરમિયાન વિધર્મી યુવકે વારંવાર યુવતિ સાથે લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યા હતાં. આ દરમિયાન યુવતિને આ વ્યક્તિ ઉપર શંકા જતાં તપાસ કરતાં વિધર્મી યુવક જે પોતાની ઓળખાણ હિન્દુ તરીકે આપતો હતો તે મુસ્લિમ હોવાનું સામે આવ્યું હતું અને તેનું નામ શેફલ્લાખાન આરીફખાન લોહાણી હોવાનું સામે આવ્યું હતું. જેથી ભોગ બનનારે પોતે હિન્દુ ધર્મ અંગિકાર કરશે તેવી ખાતરી આપી જામનગરના બે ભાઇના ડુંગરે હિન્દુ ધર્મ મુજબ લગ્ન પણ કર્યા હતાં અને યુવતિ સાથે આવાસમાં વસવાટ કરતો હતો.
આ દરમિયાન યુવતિને આ યુવક પહેલાથી પરિણીત હોવાની જાણ થતાં આ અંગે યુવકને પૂછતાં યુવક ભોગબનનારને મુકી ચાલ્યો ગયો હતો. જેથી યુવક દ્વારા ષડયંત્ર રચી લવ જેહાદમાં યુવતિને ફસાવી હોવાનું જાણ થતાં યુવતિ દ્વારા આ વિધર્મી યુવક વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને આરોપીની અટક કરી જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી તરફે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર દલીલો અને પુરાવાઓ ધ્યાને લઇ ભોગ બનનાર તરફે થયેલ દલીલો અને પુરાવાઓ ધ્યાને લઇ ભોગ બનનાર તરફેની રજૂઆતો માન્ય રાખી આરોપી સેફુલ્લાખાનની જામીન અરજી રદ્ કરવામાં આવી હતી. આ કેસમાં ભોગ બનનાર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલભાઇ જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ જી. મુછડીયા રોકાયા હતાં.