સૌરાષ્ટ્રના લોકો પાન-માવાના બંધાણી હોય છે. દરેક વસ્તુઓમાં ભાવ વધારો થઇ રહ્યો છે. ત્યારે સોપારીના ભાવમાં પણ છેલ્લા આઠ દિવસમાં રૂ.90નો વધારો થયો છે. પરિણામે પાન-માવાના ભાવમાં વધારો થશે. તમાકુ-સોપારીના ભાવમાં વધારો થતાં આવતીકાલથી રાજકોટ પાન એસોસીએશન દ્રારા પાન-માવામાં રૂ.3થી5નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ટૂંક સમયમાં જામનગરમાં પણ આ ભાવ વધારો થઇ શકે છે.
સોપારીના ભાવમાં કિલોએ રૂ.100નો જયારે તમાકુના ભાવમાં રૂ.20થી 100નો વધારો થયો છે.અચાનક સોપારીની આવક ઘટી જતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.બેંગ્લોરમાં સોપારીના ઉત્પાદન પર અસર પડી છે. કોરોનાના કારણે આવું થયું છે. માટે સૌરાષ્ટ્રમાં સોપારીની આયાતમાં ઘટાડો થયો છે. પરિણામે રાજકોટમાં પાન-માવાના ભાવમાં આવતીકાલથી વધારો કરી દેવામાં આવશે. તમાકુની કંપનીએ પણ તમાકુના ભાવમાં વધારો કર્યો છે.20 ગ્રામ ડબ્બાનો ભાવ રૂ.205 હતો જયારે તેમાં રૂ.20નો વધારો કરી દેવામાં આવ્યો છે. અને 165માં મળતું પાઉચ 185માં મળશે. અત્યાર સુધી પાન-ફાકીના ભાવ રૂ.12થી15 હતા જયારે રાજકોટમાં હવે રૂ.18થી20 લેવામાં આવશે.
જણાવી દઈએ કે ભાવ વધારો થતાં મોટીમોરો સોપારીનો ભાવ650, મોરો-700 અને વચ્છરાજ-560 ભાવ લેવામાં આવશે. કોરોના વાયરસના પરિણામે મોટા ભાગના વ્યસનીઓએ ઘરે જ માવા બનાવાનું શરુ કરી દેતા દુકાનદારોના ગ્રાહકમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે.