જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગર અને ભારત સરકારના પ્રોગ્રામ કોર્ડીનેટર હરીશ ખીમસુરિયા તેમજ ભાજપા શહેર સંગઠન મંત્રી ભાવિશા ધોળકિયા દ્વારા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકર ઉદ્યોગ ઉદય યોજના જન જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મહિલાઓને સ્વ-નિર્ભર થવા માટે કેટલાંક ઉદ્યોગો સ્થાપી શકાય અને ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી લોન તેમજ ઉદ્યોગોના સ્ટાટઅપ વિશેની માહિતી આપવામાં આવી હતી. રામેશ્ર્વરનગરના વિનાયક પાર્કમાં આવેલ કોટેચા હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં 100 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. હરીશભાઈ ખીમસુરિયા દ્વારા મહિલાઓ માટે ચાલતા શોટટર્મ કલાસીસ માટે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીઈડી કો-ઓર્ડીનેટર બિરજેશ ધમસાણિયા, ડીઆઈસી જનરલ મેનેજર પ્રકાશ પટેલ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સિનિયર ઉદ્યોગ નિરીક્ષક વૈશાલીબેન ખીમસુરિયા તેમજ ભારત સરકારના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર હરીશ ખીમસુરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.