Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય2024 માં ભારતીયોની મોસ્ટ ફેવરીટ પ્લેસ બની અયોધ્યા અને લક્ષ્યદ્વિપ

2024 માં ભારતીયોની મોસ્ટ ફેવરીટ પ્લેસ બની અયોધ્યા અને લક્ષ્યદ્વિપ

- Advertisement -

ભારતીય ટ્રાવેલ કંપનીના એક રિપોર્ટ મુજબ 2024 માં ભારતીયોની પહેલી પસંદ રહ્યા છે. અયોધ્યા અને લક્ષ્યદ્વિપ ઉનાળાના વેકેશનમાં લોકો પરિવાર સાથે ફરવ જવાનુંં નકકી કરતા હોય છે. ત્યારે કેટલાંક લોકો ભારતની બહાર વિદેશ તરફ જઈ રહ્યા છે. તો વળી કેટલાંકને ભારતીય સ્થળોની મુલાકાત લેવાની પ્રથમ ઈચ્છા છે. જ્યારે આ વર્ષે ભારતીય ટુરીસ્ટ પ્લેસમાં સૌથી વધુ અયોધ્યા અને લક્ષ્યદ્વિપને સર્ચ કરાયું છે. જ્યારે ફોરેન ટ્રીપમાં દુબઇ, બેંકકોગ, સીંગાપુર, બાલી, કાઠમંડુ, અબુધાબી, લંડન, ન્યુયોર્ક જેવા સ્થળો સર્ચ કરાયા છે.

- Advertisement -

2024 ની વાત કરીએ તો ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું આ વર્ષ કે જેમાં પ્રભુ શ્રી રામ લલ્લા પોતાના મંદિરમાં અયોધ્યા ખાતે બીરાજમાન થયા છે. ત્યારે ભારતીયોમાં આ અયોધ્યા મંદિર ખાતે પ્રભુશ્રી રામના દર્શન કરવાનો પણ એટલો જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. તો વળી ભારતીય ટુરીસ્ટો માટે લક્ષ્યદ્વિપ ટાપુએ પણ લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યા છે. જે લોકોને ઉનાળાની ગરમીમાં બીચ પર ફરવાની ઈચ્છા છે તે લોકો લક્ષ્યદ્વિપ તરફ વળી રહ્યા છે. આમ ભારતીય સ્થળોમાં સૌથી વધુ અયોધ્યા, લક્ષ્યદ્વિપ, નંદી હીલ્સ, ઓમકારેશ્વર, સોનમર્ગ, દ્વારકા જેવા સ્થળો પણ ખુબ જ સર્ચ કરાયા છે અને સહેલાણીઓ આ તરફ વળીને પોતાના પરિવાર સાથે રજા ગાળવાના પ્લાનો કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular