જામનગરમાં સહીત રાજ્યભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે તમામ લોકોને માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના નીયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. છતાં પણ ઘણી જગ્યાએ માસ્કના નિયમોનું પાલન થતું હોતું નથી. ત્યારે આજે સવારે જામનગરમાં માસ્ક અંગે વિવિધ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવતા મનપા દ્વારા 12000 નો દંડ વસુલવામાં આવ્યો હતો.
જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે રોજ જામનગરની દુકાનોમાં માસ્ક અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન જોલી બંગલા નજીક આવેલ લક્ષ્મી હોટેલમાં કર્મચારીઓએ માસ્ક ન પહેરતા કુલ રૂ.3000નો દંડ, એસટી રોડ પર આવેલ એક્સીસ બેંકના મેનેજર મનોજભાઈ ગંગોલી પાસેથી માસ્કના દંડ પેટે 5000 અને જોલી બંગલા પાસે આવેલ વિઝન એમઆરઆઈ સેન્ટર માંથી 4000 રૂપિયા દંડ લેવામાં આવ્યો હતો.