Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના યુવા કલાકારને દિલ્હીમાં બેસ્ટ ફિલ્મ મેકર ઓફ ધ યરનો એવોર્ડ

જામનગરના યુવા કલાકારને દિલ્હીમાં બેસ્ટ ફિલ્મ મેકર ઓફ ધ યરનો એવોર્ડ

- Advertisement -

જામનગરના એક યુવા કલાકારને દિલ્હીમાં ગ્લોબલ બીઝનેસ આઇકોન્સ એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ મેકર ઓફ ધ યર અને બેસ્ટ એન્ટરપ્રીનીયર ઓફ ધ યર નો એવોર્ડ એનાયત કરાયો છે.

- Advertisement -

દિલ્હી ખાતે ગ્લોબલ બીઝનેસ આઇકોન્સ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ સમારોહમાં ફિલ્મ ક્ષેત્રના અનેક એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં જામનગરના યુવા કલાકાર અને ફિલ્મ મેકર વિવેક ભદ્રાને બેસ્ટ ફિલ્મ મેકર ઓફ ધ યર અને બેસ્ટ એન્ટરપ્રિનીયર ઓફ ધ યર ના એવોર્ડ એનાયત કરાયા હતા. વિવેક ભદ્રા દ્વારા અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મો બનાવી છે જે વિવિધ પ્લેટફોર્મ ઉપર રજુ થઇ છે. જામનગરના કોઈ કલાકારને સૌપ્રથમ વખત આ એવોર્ડ મળ્યો હોય આ વખતના એવોર્ડ સમારોહ માં સમગ્ર ગુજરાત માંથી એક માત્ર વિવેક ભદ્રા એ આ એવોર્ડ મેળવી જામનગર શહેરનું ગૌરવ વધાર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular