Sunday, March 30, 2025
Homeરાજ્યજામનગરધ્રોલ નગરપાલિકા ચૂંટણી દરમિયાન મતદારને ધમકીનો પ્રયાસ

ધ્રોલ નગરપાલિકા ચૂંટણી દરમિયાન મતદારને ધમકીનો પ્રયાસ

કોંગ્રેસ આગેવાનો તથા ડીવાયએેસપી સહિતના અધિકારીઓ દોડી ગયા

ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ગઇકાલે મતદાન વખતે મતદારને ધાક-ધમકીનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવતાં કોંગ્રેસના આગેવાનો દોડી ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ પણ મતદાન મથકની મુલાકાતે પહોંચ્યા હતાં.

- Advertisement -

ગઇકાલે નગરપાલિકાની ચૂંટણી પૂર્વે મતદાન યોજાયું હતું. જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકામાં પણ ગઇકાલે મતદાન યોજાયું હતું. આ દરમિયાન મતદાન આપવા જતાં મતદારને ધાક-ધમકી અપાઇ હોવાની ઘટના સામે આવી હતી. લેડી ડોનથી ઓળખાતી મહિલાએ દિવ્યાંગ વ્યક્તિને ભાજપને મત આપવા દબાણ કર્યું હોવાનું અને મતદારને લાફો માર્યો હોવાની ઘટના સામે આવી હતી. મોરબી નાકા પાસે ક્ધયા શાળામાં મતદાન આપવા સમયે નસિમબેન હાસમભાઇ જુણેજા દ્વારા યાકુબ મહમદ કટારીયા નામના દિવ્યાંગ મતદારને ધમકી અપાયાનો આક્ષેપ કરાયો હતો. આ ઘટનાને પગલે ધ્રોલ કોંગ્રેસના આગેવાન કલ્પેશ હડિયલ સહિતના અગ્રણીઓ દોડી ગયા હતાં અને મતદાનને લઇ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. જેને પગલે ડીવાયએસપી સહીતના ઉચ્ચ અધિકારીઓ મતદાન મથકે દોડી ગયા હતાં અને સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular