Tuesday, December 16, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયબાંગ્લાદેશમાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશમાં ફરી હિન્દુ મંદિરોમાં તોડફોડ

બાંગ્લાદેશમાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ મચાવવાનો મામલો સામે આવ્યો છે. આ વખતે અસામાજિક તત્વોએ એક કે બે નહીં પણ 14 મંદિરોમાં તોડફોડ મચાવી હતી. આ મામલો સામે આવતા જ પોલીસે એલર્ટ થઈ તપાસ હાથ ધરી હતી. પશ્ચિમ-ઉત્તર બાંગ્લાદેશમાં અજાણ્યા બદમાશોએ શનિવારે મોડી રાતે સુનિયોજિત રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે રવિવારે આ માહિતી આપી હતી. આ ઘટના ઠાકુરગામના બલિયાડાંગીમાં બની હતી. અહીં હિન્દુ સમુદાયના એક નેતા બિદ્યનાથ બર્મને કહ્યું કે અજાણ્યા લોકોએ અંધારાની આડમાં મંદિરો પર હુમલો કરી દીધો હતો અને ત્રણ જૂથમાં આવીને મંદિરોમાં મૂર્તિઓ સાથે તોડફોડ મચાવી હતી.

- Advertisement -

બલિયાડાંગી પૂજા ઉત્સવ પરિષદના મહાસચિવ બર્મને કહ્યું કે અમુક મૂર્તિઓને તોડી નખાઈ હતી. અમુક મૂર્તિઓને મંદિરના પરિસરમાં આવેલા તળાવના પાણીમાં વહાવી દેવાઈ હતી. હાલમાં અપરાધીઓની ઓળખ થઈ શકી નથી પણ આ મામલે તપાસ કરી કાર્યવાહીની માગ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular