ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા નાગાભાઈ અરસીભાઈ ગોજીયા નામના 30 વર્ષના યુવાને અગાઉ લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ કરી હતી. જે પરત લેવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ જ ગામના દેવરખી કરણા ગોજીયા, રણમલ કરણાભાઈ ગોજીયા અને કતુબેન રણમલ ગોજીયા ગામના ત્રણ પરિવારજનોએ એક સંપ કરી, દાતરડા તથા પથ્થરના છુટ્ટા ઘા મારી, નાગાભાઈ ગોજીયાને ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે મહિલા સહિત ત્રણે સામે આઈ.પી.સી. કલમ 323, 337, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.