જામનગર ત્રણબત્તી વિસ્તારમાંથી પસાર થઇ રહેલા એક યુવાન પર સામાન્ય બોલાચાલી પછી ત્રણ શખ્સોએ મુઠ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.
આ બનાવ અંગેની મુજબ, જામનગરમાં રણજીતનગર જુનો હૂડકો વિસ્તારમાં રહેતો રાકેશ નાનજીભાઈ જેઠવા નામનો યુવાન રાત્રે ત્રણબત્તી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન સામાન્ય બોલાચાલીમાં યોગેશ હરીશભાઇ ભરડવા, માનવ ખવાસ અને ભરત સતવારા નામના ત્રણ શખ્સોએ માથામાં મુઠ વડે ઈજા કરી ઢીકાપાટું નો માર મારતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની શોધખોળ આરંભી છે.


