જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે જમીન વાવવા રાખવા બાબતેનો ખાર રાખી એક શખ્સે યુવાન ઉપર લાકડી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત અનુસાર, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતાં અને ખેતીનો વ્યવસાય કરતા પરબતભાઈ ઉર્ફે પાતાભાઈ વાલજીભાઈ વકાતરને નાગજી મચ્છાભાઈ ઝાપડા દ્વારા જમીન વાવવા બાબતેનો ખાર રાખી આરોપીએ ફરિયાદીને અપશબ્દો બોલી લાકડીના ઘા વડે હુમલો કરી હાથમાં ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાઈ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું આરોપી નાગજી ઝાપડા વિરૂધ્ધ ગુનો નોંધાતા જોડિયાના હેકો જે.કે. મકવાણા દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.


