જામજોધપુર ગામના માર્કેટીંગ યાર્ડ પાછળના વિસ્તારમાંથી હોળીના પ્રસંગમાં ડી.જે. સાથે થમ્સઅપના પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડવા બાબતે આયોજકોને સમજાવવા ગયાનો ખાર રાખી પટેલ યુવાન ઉપર છ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામજોધપુર ગામમાં વિજયનગર વિસ્તારમાં રહેતાં અને ગેરેજ ચલાવતા પ્રકાશભાઈ મોહનભાઈ ભાલોડિયા (ઉ.વ.46) નામના પટેલ યુવાન ધુળેટીના દિવસે બપોરના સમયે હોળીના પ્રસંગમાં 70 જેટલા વ્યક્તિઓ ડી.જે. વગાડી થમ્સઅપના પીણાની બોટલમાંથી પ્રવાહી ઉડાડતા હોય જેથી પટેલ યુવાને આયોજકોને સમજાવવા ગયો હતો તે બબતનો ખાર રાખી મુના ભુદા મેથાણિયા, પકો ઉર્ફે પ્રકાશ કોળી, મયુર ઉર્ફે મયલો દિપાભાઈ કોળી, સંજય દિનેશ કુડેચા અને બે અજાણ્યા સહિતના છ શખ્સોએ એકસંપ કરી યુવાનને લાકડાના ધોક વડે માર માર્યો હતો. તેમજ મીલનભાઈ ખુટીને માથાન ભાગે લાકડી વડે તથા ચીરાગભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં ઘવાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણન આધારે પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.