Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરબાગબાન તમાકુના કોપીરાઈટ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

બાગબાન તમાકુના કોપીરાઈટ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પેરોલ ફર્લો સ્કવોર્ડ બાતમીના આધારે દબોચ્યો: ધ્રોલ પ્રોહિબીશનના ગુનાનો ફરારી આરોપી ઝબ્બે

- Advertisement -

જામનગરમાં એક વર્ષથી બાગબાન તમાકુના કોપીરાઈટના ગુનામાં નાસતા ફરતા આરોપીને તથા ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષ અગાઉ નોંધાયેલા બાગબાન તમાકુના કોપીરાઈટના ગુનામાં નાસતા ફરતા મુળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામના સબીર સેરસીયા અંગે મળેલી લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્ર વૈષ્ણવ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાસર ગામના સબીર હુશેન અબ્દુલ સેરસીયા નામના શખ્સને ઝડપી લીધો હતો.

તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા ભગવાનજી ભાનુ ડાંગર (રહે. બાલાસરી ગામ તા. રાપર જિ.કચ્છ) નામના શખ્સને પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે દબોચી લીધો હતો. અને ધ્રોલ પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular