જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં જૂના મનદુ:ખનો ખાર રાખી યુવતી સહિતના ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર જૂના મનદુ:ખનો ખાર રાખી ભયલો ભનો સુમરા, તેની બહેન અને સાદીક સહિતના ત્રણેય ભાઈ-બહેનોએ યુવાનને બહાર બોલાવી તારી ઘરવાળીએ મારા ભાઈ સાદીકને ગાળો કેમ આપી હતી ? અને તારા ભાઈએ મારી પત્નીને કેમ માર્યુ હતું ? તેમ કહી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે ત્રણ ભાઇ-બહેનો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.