Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર‘તું કેમ કોઇને રોકતો નથી?’ કહી ટ્રાફિકબ્રિગેડના જવાન ઉપર હુમલો

‘તું કેમ કોઇને રોકતો નથી?’ કહી ટ્રાફિકબ્રિગેડના જવાન ઉપર હુમલો

ખોડિયાર કોલોની રોડ પર મોડી સાંજના સમયે જાહેર રોડ પર બનાવ: જવાનની ફરજમાં રૂકાવટ કરી ટીફિન વડે માર માર્યો : પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી શોધખોળ

- Advertisement -

જામનગર શહેરના ખોડિયાર કોલોની રોડ પર માલધારી હોટલ સામે બુધવારે સાંજના સમયે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારી ફરજમાં હતાં તે દરમિયાન શખ્સે આવીને ‘તું કોઇને કેમ રોકતો નથી?’ તેમ કહી ફરજમાં રૂકાવટ કરી ટિફિન વડે માથાના ભાગે હુમલો કર્યો હતો.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના સુભાષ માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોકમાં રહેતાં અને ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જૈવિન મુકેશભાઈ ઓઝા નામનો યુવાન બુધવારે સાંજના આઠ વાગ્યાના અરસામાં ખોડિયાર કોલોની રોડ પર આવેલી માલધારી હોટલ પાસે ફરજ પર હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતા ઉત્તર પ્રદેશના વતની અને હાલ મહાકાળી સર્કલ પાસે આવેલા ભક્તિનગરમાં રહેતાં ક્રિષ્ના રામસુંદર રાજપૂત નામના શખ્સે જૈવિન પાસે આવેલી ‘તું કેમ કોઈને રોકતો નથી ?’ તેમ કહી જૈવિનની ફરજમાં રૂકાવટ કરી બોલાચાલી કરી તેની પાસે રહેલાં ટિફિન વડે ખભ્ભાના તથા માથાના ભાગે હુમલો કર્યો હતો. જાહેર રોડ પર ટ્રાફિકબ્રિગેડના કર્મચારી ઉપર હુમલો થતા લોકો એકઠાં થઈ ગયા હતાં. ત્યારબાદ હુમલાખોર નાશી ગયો હતો. બાદમાં જૈવિનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગેની જાણ થતા પીએસઆઇ વાય.આર. જોશી તથા સ્ટાફે જૈવિનના નિવેદનના આધારે ક્રિષ્ના રાજપૂત સામે ફરજમાં રૂકાવટ કરી હુમલો કર્યાના બનાવનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular