Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારબાઇકનો હપ્તો ભરવા આપેલાં રૂપિયા પરત માંગતા યુવાન ઉપર હુમલો

બાઇકનો હપ્તો ભરવા આપેલાં રૂપિયા પરત માંગતા યુવાન ઉપર હુમલો

દડીયા ગામમાં ચાર શખ્સોએ યુવાનને માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતાં અને મજુરી કામ કરતાં યુવાને બાઇકના હપ્તા ભરવા માટે આપેલી રકમ પરત ન આપતા શખ્સે અન્ય ત્રણ શખ્સો સાથે કારમાં આવી માથામાં પાણાના ઘા મારી અને છરી વડે હુમલો કરી જાતી પ્રત્યે અપમાનીત કર્યાના બનાવમાં પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો જયસુખ ઉર્ફે જય દાના મકવાણા નામના યુવાને એલએનટી ફાયનાન્સમાંથી બાઇક લોન પર ખરીદ કર્યું હતું. આ બાઇકના બે હપ્તાહ ચડત થઇ જતાં ધર્મેન્દ્ર કોળી નામના શખ્સને રૂા.10,000 બેંકના બે ચડત હપ્તાહ ભરવા માટે આપ્યા હતાં પરંતુ ધમેન્દ્રએ 10,000 બેંકમાં ન ભરતાં જયસુખે ધમેન્દ્ર પાસે 10,000ની ઉઘરાણી કરી હતી. પરંતું ધર્મેન્દ્રએ પૈસા આપવાની ના પાડી હતી તેમજ રવિવારે રાત્રીના સમયે ધર્મેન્દ્ર અને ત્રણ અજાણ્યા સહિતના ચાર શખ્સો સ્વિફટ કારમાં જયસુખના ઘરે આવીને પૈસાની ઉઘરાણી કેમ કરે છે તેમ કહી માથામાં પાણાનો ઘા માર્યો હતો અને અન્ય ત્રણ શખ્સોએ છરી વડે હાથમાં ઇજા પહોંચાડી હતી. તેમજ જાતી પ્રત્યે અપમાનીત કર્યો હતો.


હુમલાના આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં બનાવની જાણ થતાં ડીવાયએસપી એમ.બી.સોલંકી તથા સ્ટાફે ભોગ બનનાર જયસુખના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular