જામનગરમાં ખેલ મહાકુંભનું આયોજન થયું છે. જેમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. આજરોજ ખેલ મહાકુંભ અંતર્ગત એથ્લેટિક્સ ઝોન કક્ષા સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અંડર-11, અંડર-14, અંડર-17 તથા ઓપન એજ ગ્રુપમાં 100 મિટર, 200 મિટર, 400 મિટર દોડ, લાંબીકૂદ, ઉંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેક સહિતની સ્પર્ધાઓ યોજાઇ હતી. આ તકે ઝાલા દુષ્યંતસિંહ, ચેતનભાઇ મોનાણી, રંજન જેના, રાજુભાઇ અગ્રાવત, જય માડમ, અજય ચૌહાણ, પંડયાભાઇ, મંજુલાબેન નંદાણીયા, વિનોદભાઇ દલસાણીયા, અમિતભાઇ સોની, વર્ષાબેન ત્રિવેદી, વરનેણભાઇ, મેયડભાઇ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.