રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૯.૦૭.૨૦૨૧ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૪૪૩.૭૧ સામે ૫૨૬૯૩.૫૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૫૬૧.૩૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૫.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૦૯.૩૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૨૬૫૩.૦૭ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૭૦૯.૧૦ સામે ૧૫૭૪૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૭૩૦.૫૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૧.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭૧.૧૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૭૮૦.૨૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વમાં કોરોના સંક્રમણ ડેલ્ટા અને કપ્પા સહિતના નવા સ્વરૂપે ફેલાઈ રહ્યાના અને યુ.કે., ઓસ્ટ્રેલિયામાં કેસો વધવા લાગતાં અને ટોક્યોમાં ઓલમ્પિક વચ્ચે કેસો વધી રહ્યાના અહેવાલ વચ્ચે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજારમાં તોફાની વધઘટના અંતે આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક મોરચે ચાઈનીઝ સરકાર દ્વારા એક તરફ આઈટી કંપનીઓ સામે કાર્યવાહી, પ્રતિબંધોના પગલાંએ ફોરેન ઈન્વેસ્ટરો ખાસ અમેરિકી ફંડોએ ચાઈનીઝ, હોંગકોંગની એસેટ્સમાં મોટું વેચવાલી કર્યાની નેગેટીવ અસર બાદ આજે વૈશ્વિક બજારોમાં તેજી નોંધાતા ભારતીય શેરબજારમાં ફંડોએ આજે ડેરિવેટીવ્ઝમાં જુલાઇ વલણના અંતે તેજી કરી હતી.
ભારતમાં ચોમાસાની સારી પ્રગતિ અને કોરોના સંક્રમણમાં ઘટાડાના પોઝિટીવ પરિબળો સાથે વેક્સિનેશન મુદ્દે સરકાર દ્વારા વર્ષાન્ત સુધીમાં તમામને રસીના આશાવાદ સાથે કોરોના સંક્રમણની બીજી લહેર બાદ દેશમાં આર્થિક, ઔદ્યોગિક પ્રવૃતિ વધવા લગતા અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ તેજી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૯૦% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, ટેલિકોમ, પાવર, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, હેલ્થકેર અને યુટિલિટીઝ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૫૨ અને વધનારની સંખ્યા ૧૯૩૮ રહી હતી, ૧૪૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, પ્રાઇમરી બજાર હાલમાં ધમધમી રહ્યું છે. રોકાણકારોના જોરદાર પ્રતિસાદને કારણે કંપનીઓ આ સમયે આઇપીઓ મારફતે શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. થોડા મહિનાઓથી ચાલી રહેલ ધુમ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી જારી રહેવાની શક્યતા છે. દિવાળી સુધીમાં પેટીએમનો આઈપીઓ આવશે અને તે પછી અંતિમ ક્વાર્ટરમાં ભારતીય જીવન વીમા નિગમ (LIC) સૌથી મોટો આઈપીઓ લઈને આવશે. જો કે તેના પહેલા ૧૬ ઓગસ્ટ સુધીમાં ૯ કંપનીઓ પોતાનો આઈપીઓ લઈને આવશે. આ તમામ મળીને રૂ.૧૬ હજાર કરોડ એકઠા કરી શકે છે. વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ૨૮ આઈપીઓ થકી અંદાજીત રૂ.૩૮,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા છે.
આ બીજું શ્રેષ્ઠ વર્ષ છે જેમાં વધુ નાણાં એકત્ર કરવામાં આવ્યા છે. વર્ષ૨૦૧૭માં કંપનીઓએ આઇપીઓના માધ્યમથી અંદાજીત રૂ.૬૭,૧૬૭ કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. ઓગસ્ટમાં પહેલા ઈશ્યૂ તરીકે ૩ કંપનીઓ એક સાથે બજારમાં પ્રવેશ કરી રહી છે. ૪ ઓગસ્ટે દિવ્યાની ઇન્ટરનેશનલ, કાર્ટ્રેડ અને વિન્ડ ગ્લાસ બાયો આઈપીઓ લોન્ચ કરશે. જ્યારે વિન્ડ ગ્લાસ રૂ.૭૦૦ કરોડ એકત્ર કરશે, જ્યારે દિવ્યાની ઇન્ટરનેશનલ રૂ.૧,૪૦૦ કરોડ એકત્ર કરશે. કારટ્રેડ રૂ.૨૦૦૦ કરોડ માટે બજારમાં આવી રહી છે.
તા.૩૦.૦૭.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૯.૦૭.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૮૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૯૦૯ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૭૭૭ પોઈન્ટ થી ૧૫૭૩૭ પોઈન્ટ ૧૫૭૦૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૯.૦૭.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૮૮૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૪૯૩૯ પોઈન્ટ થી ૩૫૦૦૮ પોઈન્ટ, ૩૫૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટાઈટન લિમિટેડ ( ૧૭૪૩ ) :- એપેરલ્સ & એસેસરીઝ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૨૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૦૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૬૦ થી રૂ.૧૭૭૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઈન્ડીગો ( ૧૬૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૬૦૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૬૬ થી રૂ.૧૬૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- લુપિન લિમિટેડ ( ૧૦૮૯ ) :- રૂ.૧૦૭૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૬૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૦૭ થી રૂ.૧૧૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- બર્જર પેઈન્ટ ( ૮૪૬ ) :- ફર્નિચર, ફર્નીશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૦ થી રૂ.૮૭૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૭૫૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૩૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક કોમોડિટી કેમિકલ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૭ થી રૂ.૭૭૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- કોટક બેન્ક ( ૧૬૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૩૦ થી રૂ.૧૬૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૫૬૬ ) :- રૂ.૧૫૯૦ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૦૬ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૪૭ થી રૂ.૧૫૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૨૨ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૧૮૦ ) :- કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૬૬ થી રૂ.૧૧૫૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- ભારત ફોર્જ ( ૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૭ થી રૂ.૭૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૮૭ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૭૦ થી રૂ.૫૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )