Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં બે દાયકાથી વધુ જૂનું બાળકોના મનોરંજનનું સ્થળ અશોક બાલવાટિકા

ખંભાળિયામાં બે દાયકાથી વધુ જૂનું બાળકોના મનોરંજનનું સ્થળ અશોક બાલવાટિકા

વિના મૂલ્યે વિવિધ રમતોનું આકર્ષણ: "અશોક બાલવાટિકા અગેઇન

- Advertisement -
ખંભાળિયામાં જામનગર હાઈવે માર્ગ પર વર્ષ 2001ના અરસામાં બાળકો માટે શરૂ કરવામાં આવેલા અશોક બાલવાટિકાનો ઇતિહાસ બે દાયકાઓનો છે. નાના ભૂલકાઓ માટેના આ ઉદ્યાનમાં ખંભાળિયાના આજના 20-25 વર્ષના અનેક યુવાનો અગાઉ અહીં હીંચકા, લપસીયા, ઉંચક-નીચક, ફુદરડી માણીને મોટા થયા છે. અશોક બાલવાટિકા તેમની બાળપણની સ્મૃતિનો એક હિસ્સો છે.
નાના એવા ખંભાળિયાના ખુબ મર્યાદિત હરવા-ફરવાના વિકલ્પોમાંનો એક ઉત્તમ વિકલ્પ અશોક બાલવાટિકા વર્ષો સુધી રહ્યો હતો. ઢોસા અને ફાસ્ટ ફૂડની તે વખતની ઉપલબ્ધી સોનામાં સુગંધ ભેળવતી. જે લોકો માટે અવિસ્મરણીય છે.
આ પછીના સમયમાં ક્રમે ક્રમે હાઈવે પર મોલ થવાથી, વાડીનાર-કુરંગા રસ્તાના નવીનીકરણ દરમિયાન બેથી ત્રણ વર્ષ સુધી ખંભાળિયાથી અશોક બાલવાટિકા સુધીના રસ્તાની અત્યંત ખરાબ સ્થિતિ વચ્ચે અન્ય વિકલ્પો થવા સહિતના પરિબળોને લીધે છેલ્લા થોડા વર્ષોથી અશોક બાલવાટિકાની મહત્તા અને મુલાકાત વાલીઓ અને ભુલકાઓ દ્વારા ઘટી જવા પામી.
હવે સારો રસ્તો બની જતા, તેમજ લોકોની રૂચિ જાગૃત થતા અશોક બાલવાટિકાનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે. જેને લોકો દ્વારા ફરીથી ખુબ સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
બાળકો માટે વિનામૂલ્ય ઉભી કરવામાં આવેલી સુવિધાઓ સાથેના અશોક બાલવાટિકા માટે નગરજનો સાથે બાળકો પણ બોલી રહ્યા છે “અશોક બાલવાટિકા અગેઇન…”
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular