સરકાર સમક્ષના લાંબા સમયની માંગણીઓનો કોઇ ન્યાયી ઉકેલ નહીં આવવાના પગલે અને મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવ દ્વારા સાંભળવામાં પણ નહીં આવતા આખરે ગુજરાત રાજ્ય કર્મચારી, અધિકારી લડત સમિતિના નેજા હેઠળ એક મંચ પર આવીન રાજ્યના તમામ વિભાગના કર્મચારીઓ દ્વારા શુક્રવારે જુના સચિવાલય ખાતે કર્મચારી એકતા ઝીંદાબાદના નારા લગાવીને સુત્રોચ્ચાર કરવા સાથે આંદોલનના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા હતાં.
હવે તમામ જિલ્લા અને તાલુકામાંથી પોસ્ટ દ્વારા મુખ્યમંત્રીને 7માં પગાર પંચના લાભ, નિવૃતિ વય મર્યાદા 60 વર્ષ કરવી, 50 વર્ષ ઉપરના કર્મચારીઓને પરીક્ષાઓમાંથી મુક્તિ, ફીક્સ પગાર પ્રથા બંધ કરીને આ કર્મચારીઓને ફૂલ પગારમાં તમામ લાભ સાથે સમાવવા સહિતની 11 માગણીઓનું આવેદન પત્ર મોકલવામાં આવશે. આગામી તારીખ 15મી નવેમ્બર સુધી તે સીલોસીલો ચાલુ રાખવામાં આવશે. 16મી નવેમ્બરથી તારીખ 18મી નવેમ્બર એમ ત્રણ દિવસ સુધી કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે. ત્યાર બાદ એક પછી એક આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે.
સરકાર દ્વારા વર્ગ1 અને 2 સિવાયના કર્મચારીની ભરતી અને નિમણૂંક પાંચ વર્ષ માટે ફીક્સ પગારથી કરે છે. ત્યારે આવા 5 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓને અજમાયસી ગાળો પુરો થતાં નિયમિત પગાર ધોરણમાં મૂળ પગારે નિમણૂક અપાય છે. આ અન્યાય દુર કરવા માટે ર્કર્મચારીને કાયમી નિમણૂંક અપાય ત્યારે મુળ પગાર અને 5ાંચ ઇજાફા સાથે પગાર બાંધણી કરવા ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશને અપિલ કરી છે.
ધી ગુજરાત સચિવાલય ફોડરેશન દ્વારા રાજ્યના નાણામંત્રીને પત્ર પાઠવીને રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોેરણે બોનસ ચૂકવવા કહ્યું છે. કોરોના મહામારીના કારણે ઉદભવેલી આર્થિક સંકડામણની સ્થિતિમાં દિવાળી નિમિતે કેન્દ્રના ધોરણે રૃપિયા 7 હજારનું બોનસ ચૂકવવામાં આવશે તો તહેવારોની ઉજવણી ઉત્સાહભેર કરી શકશે તેમ જણાવવામાં આવ્યું છે.
ચૂંટણી નજીક આવતાં કર્મચારીઓએ ગાંધીનગરમાં સરકાર સામે મોરચો ખોલ્યો
શુક્રવારે વિવિધ સરકારી વિભાગોના હજારો કર્મીઓએ સરકાર સામે પગ પછાડયો : આગામી 15મી નવેમ્બર સુધી મુખ્યમંત્રીને બધા જિલ્લાઓમાંથી આવેદન પત્રો પહોંચાડવામાં આવશે