તાજેતરમાં ઉનાળાના વેકેસન બાદ શાળાઓ ફરી શરૂ કરાઇ છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડના ગરમાવાના પરિણામે તંત્ર જાગીને દરેક સ્થળો પર ફાયર સેફટીને લઇને ચેકીંગ કરી રહ્યું છે. ત્યારે એક બાજુ વાહનમાં સ્કુલ રીક્ષા અને સ્કૂલ વાહનમાં પણ ચેકિંગ ચાલી રહ્યું હોય અમદાવાદ જેવા શહેરમાં વાહન ચાલકો દ્વારા હડતાલ પાડીને આ ચેકિંગ, નિયમોનો વિરોધ પણ કરાયો હતો. જે દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ વડોદરા શહેરની ઘટના છે. જેમાં સ્કુલ વાહનમાંથી દરવાજો ખુલી જતાં બે દિકરીઓ રસ્તા વચ્ચે પટકાઈ છે. અને તેને ઈજા પહોંચે છે. સદનસીબે પાછળ કોઇ ભારે વાહન ન આવતું હોય તેણીનો બચાવ થયો સોસાયટીના લોકો દ્વારા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ ઘટના લાલબતી સમાન છે. જે રીતે વાહનોમાં કેપેસિટી કરતા વધુ બાળકો ભરવામાં આવે છે. જે બાળક આગળ જતાં કોઇ અનિચ્છનીય ઘટનામાં પરિણમી શકે છે. તો દરેક વાલીઓએ જાગૃત્ત થવાની જરૂર છે. અને પોતાના બાળકોની સેફટી માટે તંત્રને સહયોગ કરવાની જરૂર છે.