Monday, December 23, 2024
Homeરાજ્યદેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું દેવભૂમિ દ્વારકા ખાતે આગમન

દ્વારકાના હેલીપેડ ખાતે ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત

- Advertisement -

દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું આજે સવારે 9:45 કલાકે દ્વારકા ખાતે આગમન થયું છે. દ્વારકા હેલિપેડ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા દેવભૂમિ દ્વારકાના એસ.પી. નિતેશ પાંડેએ ગરીમા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓએ પરિવારજનો સાથે નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું.

- Advertisement -

ઉપરાષ્ટ્રપતિના આગમનને પગલે દ્વારકા હેલિપેડ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી, તેમજ એમ્બ્યુલન્સ, આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ, તેમજ ફાયર ફાઇટર્સ વેહિકલ્સ સાથે ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ જામનગર એરફોર્સના અધિકારીઓ તહેનાત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરૂ મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular