નાતાલનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે જામનગરની બજારોમાં નાતાલ પર્વની સજાવટને લઇ અવનવી વેરાયટીઓનું આગમન થઈ ચૂકયું છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ક્રીસમીસ ટ્રી સહિતની ચીજવસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે. જામનગર શહેરમાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલ પર્વની ઉત્સાહપુર્વક ઉજવણી થતી હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલનું પર્વ નજીક આવતાં ખ્રિસ્તી સમુદાયમાં નાતાલના પર્વની ઉજવણીને લઇ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
નાતાલના પર્વને લઇ જામનગરની બજારોમાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ સ્ટાર સહિતની સજાવટની વસ્તુઓ તેમજ શાન્તાકલોઝની ટોપી તથા તેના વસ્ત્રનું બજારમાં આગમન થઈ ચૂકયું છે. બાળકોના પ્રિય શાન્તાકલોઝની ટોપી સહિતની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલના પર્વની ભવ્ય ઉજવણી કરવા તૈયારી થઈ રહી છે. જેને લઇને આ ચીજવસ્તુઓની ખરીદીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જામનગરની બજારોમાં નાતાલના પર્વને લઇ અનેક આકર્ષણ ધરાવતી સજાવટની ચીજવસ્તુઓ જોવા મળી રહી છે.