ગુજરાતમાં ઘણા સમયથી લવ જેહાદ વકરી રહ્યો છે. ભોળી દીકરીઓ, વિધ્વા બહેનો, જેમના પિતા ન હોય તેવી દીકરીઓ, નબળુ પરિવાર, તેમજ વધુ ધનવાન પરિવારની છોકરીઓને નિશાન બનાવી અમુક વિધર્મી લોકો દ્વારા લવ જેહાદના નામે હિન્દુ પરિવાર, હિન્દુ સમાજને તોડી પડવાનું ષડયંત્ર ચલાવી રહ્યા છે જેમાં અનેક મુસ્લિમ બિરાદરીના યુવાનો કામ કરી રહ્યા છે. આવી ઘટનાઓ દેશભરમાં ચાલી રહી છે અને જામનગરમાં પણ આવા બનાવો વધ્યા છે અને સરકાર કાયદાની આંટીઘૂંટીમાં કોઈ ઠોસ પગલાં લઈ શકતી નથી તેવું દેખાય રહ્યું છે. લવ જેહાદનો શિકાર જે ઘરની દીકરી બની હોય તેજ સાચી હકીકત સમજી શકે છે. હાલમાં બનતા બનાવ દ્વારા ધર્માંતરણ સહિતના કાવતરા ચલાવી રહ્યા છે. એટલુજ નહિ જેમાં જેહાદીના ઘરના તેમજ તેમની બિરાદરીના અમુક લોકોનો સપોર્ટ મળી રહ્યો છે જે લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.
તાજેતર લવ જેહાદને લઇ ડીસામાં ઘર્ષણ થયું હતું અને જામનગરમાં 2 દિવસમાં બે કિસ્સા બહાર આવ્યા જેમાં એક કિસ્સામાં તો આસામના મુસ્લિમ શખ્સને બરોડાથી દબોચી પોલીસ ખાતા એ ગુન્હો દાખલ કર્યો છે જે 17 વર્ષ ની દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી લવ જેહાદનો શિકાર બનાવી હતી. તેવીજ રીતે 2 દિવસ પહેલા જામનગર સેવાસદન મેરેજ રજીસ્ટર ઓફિસે મુસ્લિમ શખ્સ અને હિન્દુ ક્ધયા લગ્ન નોધણી માટે ગયા હતાં. જેમાં મેરેજ કરાવનાર જવાબદાર કર્મચારી એ જ મેરેજ પ્રોસેસ કરવામાં ખામીઓ રાખી છે. નોટિસ બોર્ડ પર મૂકવામાં આવેલ નોટિસમાં તારીખ અને રજીસ્ટર નંબર નાખેલ ન હતા જે જાહેર થતાં ખડભડાટ મચી જવા પામ્યો હતો અને સમગ્ર કિસ્સો બહાર આવતા એવું પણ જાણવા મળેલ કે જવાબદાર કર્મચારી દ્વારા આવું અવાર-નવાર જાણી જોઈ ને છેડછની કરવામાં આવે છે જેના બદલામાં લવ જેહાદી પાસે થી વળતર પણ મળે છે. તો આ પણ એક લવ જેહાદને પ્રોત્સાહન આપતો બનાવ જ છે. તો આવા બનતા બનાવો અને જામનગરના મેરેજ રજીસ્ટર અધિકાર કે કર્મચારીને પણ સજા મળવી જોઈએ અથવતો નોકરીમાંથી છૂટા કરવા જોઈએ કેમ કે એ પણ હિન્દુ સમાજને તોડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે અને હિન્દુ સમાજના લોકોએ પણ સાવધાન થવાની જરૂરિયાત છે જેથી આવા બનાવોને અટકાવી શકાય.