જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં ટ્રેકટર નજીકથી ચલાવવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી આઠ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને કુહાડી વડે હુમલો કરી ધમકમી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

હુમલાના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા રજાક હુશેનભાઈ ઉન્નડ (ઉ.વ.31) નામના યુવાનને ટે્રકટર નજીકથી ચલાવવા બાબતે તેના જ ગામના ફિરોજ ઓસમાણ સાથે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખી ગુરૂવારે સાંજના સમયે ફિરોજ ઓસમાણ, ઈકબાલ ઓસમાણ, યાસીન ઓસમાણ, યુસુફ ઉમર, શાહરૂખ વલીમામદ, અયુબ યુસુબ અને બે અજાણ્યા સહિતના આઠ શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને કુહાડી સાથે આવીને રજાક તથા હુશેન નામના બે યુવાનો ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફે આઠ શખ્સો વિરૂધ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.