Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરકંપનીનો લેણી રકમનો દાવો વ્યાજ-ખર્ચ સહિત મંજૂર

કંપનીનો લેણી રકમનો દાવો વ્યાજ-ખર્ચ સહિત મંજૂર

- Advertisement -

જામનગર ખાતે આવેલ કોટક પેટ્રોકેમ પ્રા.લિ.ના ડાયરેકટરએ અમદાવાદ/અંજાર ખાતે આવેલ કે.કે. સોરઠીયાને રૂા. 37,59,985નો Bituman માલ બીલથી ઉધાર આપ્યો હતો. જે ઓર્ડર મુજબનો માલ વાદીએ પ્રતિવાદીને ટ્રાન્સપોર્ટ મારફત મોકલી આપ્યો હતો. વાદીએ પ્રતિવાદી પાસે કાયદેસરની લેણી રકમ બીલ મુજબ રૂા. 37,59,985ની માંગણી કરતાં પ્રતિવાદીએ વાદીને રકમ ચૂકવેલ નહીં. પ્રતિવાદી દ્વારા વાદીને લેણી રકમ અનેક વખત માંગણી કરવા છતાં તથા ટેલિફોનિક જાણ કરવા છતાં પણ રકમ ચૂકવવામાં ન આવેલ. વાદી હેમલભાઇએ આ કામના પ્રતિવાદીને વકીલ મારફત લીગલ નોટીસ મોકલવામાં આવી હતી. જે નોટીસ પ્રતિવાદી કે.કે. સોરઠીયાને તે સરનામે બજી ગયેલ હોવા છતાં પણ જાણી જોઇને યોગ્ય સમયમાં કોર્ટમાં હાજર થયેલ નહીં. જેથી પ્રતિવાદીએ વાદી પાસેથી ઉધારથી Bituman ખરીદ કરેલ હોય, તેના બીલ મુજબની રકમ રૂા. 37,59,985 પ્રતિવાદીએ વાદીને ચૂકવવામાં આવેલ નહીં. જેથી વાદી હેમલભાઇએ પ્રતિવાદી કે.કે. સોરઠીયા વિરુધ્ધ જામનગર સિવિલ કોર્ટમાં લેણી રકમ વસુલ મેળવવા સમરી દાવો દાખલ કર્યો હતો. જે દાવો સમરી પ્રોસિડીંગ્સ મુજબ પ્રતિવાદીએ હાજર થઇ તેમનો બચાવ કરવાનો હોય તેના બદલે એક માસ બાદ પ્રતિવાદી તરફે બચાવ માટે કાર્યવાહી કરવામાં આવતાં વાદી વકીલ વસંત ગોરી દ્વારા વાંધા લેવામાં આવ્યા હતાં. જે વાંધા સાંભળી કોર્ટ દ્વારા સમરી દાવો ચાલી જતાં જામનગર સિવિલ કોર્ટ દ્વારા કે.કે. સોરઠીયા સામે રૂા. 37,59,985 દાવો દાખલ થયા તારીખથી વાર્ષિક 6 ટકા વ્યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે તથા વાદીને થયેલ ખર્ચ પણ પ્રતિવાદીએ ચૂકવવો તેવો હુકમ કર્યો છે. કેસમાં વાદી તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દિપક એચ. નાનાણી રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular