જામજોધપુર શહેર તથા તાલુકા રાજપૂત સાજની મિટિંગ તા. 17ના રોજ યોજાઇ હતી. જેમાં કિશોરસિંહ જાડેજા (ભૂપત આંબરડી-હાલ શેઠવડાળા)ની પ્રમુખ તરીકે સર્વાંનુમત્તે વરણી કરવામાં આવી હતી. આ મિટિંગમાં જામનગર જિલ્લા રાજપૂત સમાજના મુખ્ય હોદ્ેદારો ગોવુભા કાથડજી જાડેજા (દાદા), ધર્મેન્દ્રસિંહ ઝાલા, નવલસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા તથા જામજોધપુર તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. કિશોરસિંહ જાડેજાની પ્રમુખ તરીકેની વરણી થતાં રાજપૂત સમાજના આગેવાન ક્રિપાલસિંહ જાડેજા (ધ્રાફા), અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ-જામજોધપુર તાલુકા પ્રમુખ જયેન્દ્રસિંહ જાડેજા (ચુર), અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા જામજોધપુર તાલુકા પ્રમુખ કલ્પેન્દ્રસિંહ ચુડાસમા તથા રાજપૂત કરણી સેના જામજોધપુરના પ્રમુખ મનહરસિંહ વાળા સહિતના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યા હતાં.


