Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દાદાગીરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર

જામનગર શહેરમાં દાદાગીરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર

જનતા ફાટક પાસે પટેલ યુવક ઉપર જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત : પટેલ સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવ્યું : ભોગ બનનાર અને તેના પરિવારને પોલીસ રક્ષણ આપવા માંગણી

- Advertisement -

જામનગર શહેરમાં જનતા ફાટક ચાર રસ્તા પાસે બે શખ્સો દ્વારા નજીવી બાબતે યુવક ઉપર જીવલેણ હુમલો કર્યાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડયાં હતાં. આ પ્રકરણમાં આજે પટેલ સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર પાઠવી તાત્કાલીક ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અને તટસ્થ તપાસ તથા ઘવાયેલા યુવક અને તેના પરિવારજનોને પોલીસ રક્ષણ આપવા આવેદન પત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના અનેક વિસ્તારોમાં છેલ્લાં થોડાંક સમયથી આવારા અને લુખ્ખા તત્વો કોઇપણ જાતના કારણવગર શહેરીજનોને ધાકધમકી આપી દાદાગીરી કરી મારકુટ તેમજ પૈસા પડાવી લેવા અથવા તો અકસ્માતના બહાને મોટી રકમો પડાવવાની પ્રવૃતિઓ ધમધમી રહી છે અને આવા અસામાજીક તત્વોને ગુનાહિત પ્રવૃતિઓ કરતાં શખ્સો દ્વારા ભયનું સામ્રારાજય ઉભું કરવામાં આવ્યું છે અને આવા બનાવોમાં લોકો ફરીયાદ કરતા પણ ભય અનુભવતા હોય છે.

- Advertisement -

દરમ્યાન ગુરૂવારની રાત્રીના સમયે દિપેન સાવલિયા નામના યુવાન ઉપર બે શખ્સોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ભોગ બનેલ યુવક જી.જી.હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યો છે. આ બનાવ સંદર્ભે આજે જામનગર શહેરના પટેલ સમાજના અગ્રણીઓ અને જ્ઞાતીજનોએ મોટી સંખ્યામાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને આવેદન પત્ર પાઠવ્યું હતું.

આ આવેદન પત્રમાં હુમલાના બનાવમાં ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારી દ્વારા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ તટસ્થા પૂર્વક તપાસ કરવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી 30 દિવસમાં આરોપી સામેનું ચાર્જશીટ અદાલતમાં રજૂ કરવામાં આવે તથા આરોપીઓ સામેનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને હુમલાનો ભોગ બનનાર માટે સ્પે. પબ્લીક પ્રોસિકયૂટરની નિમણુંક થાય તથા ભોગ બનનાર અને તેમના પરિવારજનો તથા કેસના સાક્ષીઓને આરોપીઓ દ્વારા ધાકધમકી ન અપાઇ તે માટે પોલીસરક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular