લખનઉમાં રસ્તા વચ્ચે કેબ ડ્રાઈવરને 20થી વધુ તમાચા મારનાર છોકરીનો વધુ એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીઓ 2વર્ષ જુનો છે.જેમાં તેણી પોતાના પાડોશીઓ સાથે ઝઘડો કરી રહી છે. અને પાડોશીઓને ગેઇટનો કલર બદલી નાખવા જણાવી રહી છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રિયદર્શિનીને તેના પાડોશીના કાળા રંગના દરવાજા સામે વાંધો છે. તે પડોશીઓને કહે છે કે તેઓ તેમના દરવાજાને કાળા રંગથી રંગી શકે નહી કારણ કે આંતરરાષ્ટ્રીય ડ્રોન આ વિસ્તારમાં ઉડે છે અને આ સમગ્ર વસાહતના જીવનને જોખમમાં મૂકે છે. તે ત્યાં હાજર પોલીસકર્મીને પણ પૂછે છે કે શું આ લોકો તેમના ગેટને કાળા રંગથી રંગી શકે છે, તો પોલીસકર્મીએ જવાબ આપ્યો કે ના.વીડિયોમાં પોલીસકર્મીઓ પ્રિયદર્શિનીને સમજાવતા જોવા મળે છે પરંતુ પાડોશી સામે પગલાં લેવાની માંગ પર તેણી અડગ છે. ઉપરાંત પાડોશીઓએ તેણીને અપશબ્દો કહ્યા હોય અને તું શુ ઓબામાની દીકરી છો તેમ પણ આરોપ લગાવી રહી છે.