જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેનાં ઉમેદવારીપત્રોની ચકાસણીમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. કોંગ્રેસના વોર્ડ નં-9 ના ઉમેદવાર દેવેનશાહનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. જામનગરમાં કોંગ્રેસ હવે 62 સીટો પરથી જ ચુંટણી લડી શકશે.
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે. આ આગાઉ વોર્ડ નં.9 ના એક ઉમેદવાર જ્યોત્સનાબેન સોલંકી સમયસર ન પહોચી શકતા તેઓ ચૂંટણી લડી શકશે નહિ. માટે જામનગરના વોર્ડ નં-9 માંથી કોંગ્રેસના બે જ ઉમેદવારો ચૂંટણી લડી શકશે. આજે ફોર્મ ચકાસણી સમયે વોર્ડ નં.9ના ઉમેદવાર દેવેનશાહનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. મેન્ડેટ આપવામાં થયેલ ક્ષતિના લીધે તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. દેવેનભાઈ શાહની જગ્યાએ તેના પિતાનું નામ લખ્યું હોવાથી ફોર્મ સ્વીકારવામાં આવ્યું નથી. મેન્ડેટમાં ભૂલના લીધે ફોર્મ રદ કરવું પડે તેવી કાયદામાં જોગવાઈ હોવાથી હવે દેવેનભાઈ શાહ ચૂંટણી લડી શકશે નહી.