Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના વધુ એક શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતા જીલ્લા પોલીસવડા

જામનગરના વધુ એક શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામતા જીલ્લા પોલીસવડા

જૂગાર, મારામારી, દારૂ સહિતના કેસના આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા મોકલી અપાયો

- Advertisement -

જામનગરમાં જૂગારનો અડો ચલાવનાર શખ્સ વિરૂધ્ધ પાસાનું શસ્ત્ર ઉગામી આરોપીને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના લાખા દલુ ધારાણી નામના શખ્સ વિરૂધ્ધ જૂગાર, મારામારી, પ્રોહિબીશનના ગુનાઓ નોંધાયેલ હોય. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈ વી.એમ. લગારીયા તથા આર.કે. કરમટાને પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરવા સૂચના આપી હોય. જે અન્વયે એલસીબીના પીઆઈ આર.કે. કરમટા તથા નાનજીભાઈ પટેલ, હિરેનભાઈ વરણવા દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા પોલીસવડા મારફતે જિલ્લા મેજીસ્ટેટ્ર બી.કે. પંડયાને મોકલતા જિલ્લા મેજીસ્ટે્રટ દ્વારા વોરંટ ઈશ્યૂ કરતા પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની સૂચનાથી એલસીબીના પીઆઈ પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે લાખા દલુ ધારાણી નામના શખ્સને ઝડપી લઇ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે મોકલી આપ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular