Sunday, January 5, 2025
Homeરાજ્યજામનગરધર્મગુરૂ સંત શહેરાવારા સાંઈની પધરામણીને લઇ સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ

ધર્મગુરૂ સંત શહેરાવારા સાંઈની પધરામણીને લઇ સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ

19 માર્ચે જામનગર સિંધી સમાજ ઉજવશે વેલકમ ચેટીચાંદ મહોત્સવ

- Advertisement -

ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની જન્મજયંતી ‘ચેટીચાંદ’ સિંધી સમાજનું નુતનવર્ષની ઉજવણી જામનગર સહિત રાજ્યભરમાં તા. 23 માર્ચના રોજ ધૂમધામથી ઉજવાશે આયોજન ને લઈ જામનગર સિંધીસમાજમાં ઠેર ઠેર અનેરો ઉત્સાહ છવાયો છે.જાત જાતની ભાત-ભાતની અવનવી તૈયારીઓ સાથે સમગ્ર સિંધી સમાજમાં ઉજવણીના જોશ માં થનગનાટ જોવા મળ્યો છે.

- Advertisement -

જામનગર સિંધી સમાજમાં ચેટીચાંદ પર્વ ની ઉજવણીને લઈ જામનગર સિંધી સમાજનાં નેજા હેઠળ SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા આ પર્વ ની ઉજવણી ની ખુશીએ ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલના પરમ ઉપાસક પૂજનીય સંત શ્રી શહેરાવાળા સાંઈજી ના સાનિધ્ય માં તા. 19 માર્ચના રોજ ‘વેલકમ ચેટીચાંદ મહોત્સવ’નું વિશેષ આયોજન સાથે સિંધી સમાજના આ નુતનવર્ષ ઉજવણી માં મહોર લગાડી અનેરો રંગ ભરી દીધો છે. પાવનકારી ધર્મગુરૂ સંત ની હાજરી જામનગર ની ધરા પર થતા સિંધી સમાજ માં જોશ ભર્યો ઉત્સાહ જોવા મળ્યો છે.

વેલકમ ચેટીચાંદ મહોત્સવના આયોજનની રૂપરેખાને લઈ આયોજકો દ્વારા સાંજે 5 કલાકે પવનચક્કીથી કાર્યક્રમ સ્થળ સદગુરુ ચોક, નાનકપુરી સુધી શોભાયાત્રાનું આયોજન કરાયુ છે ત્યારબાદ સાંજે 7 કલાકે પૂજનીય સંત સાંઈ શહેરાવાળાના સાનિધ્યમાં શહેરના નાનકપૂરી ખાતે આવેલ સદગુરુ ચોક(ચકરો)માં ભરાણા સાહેબ-સત્સંગ-પ્રવચન તેમજ મ્યુઝિકલ પ્રોગ્રામ જામનગરના પ્રખ્યાત સિંધી સિંગર વિનુભાઈ-પીન્ટુભાઈ-હાર્દિકભાઈ જાંગિયાણી સાથે ભગુભાઈ તુલસાણી સૌ કલાકારો સાથેનો સિંધી મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરાયું છે અને અંતિમ તબક્કામાં જ્ઞાતિજનો માટે ભંડારા પ્રસાદનો કાર્યક્રમનું આયોજન SSW સાંઈ પરિવાર જામનગર દ્વારા કરાયું છે. આ ધાર્મિક પાવન અવસરે સિંધી સમાજના જ્ઞાતિજનો તેમજ સમાજની દરેક પંચાયત, સંસ્થાઓ મંડળોને પધારવા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular