Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

જામનગર શહેરમાંથી વધુ એક ક્રિકેટનો ડબ્બો ઝડપાયો

ગોકુલનગરમાંથી રૂા.10850 ના મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે : એક શખ્સની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.3 માં રહેતો શખ્સ આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેન્નાઇ અને મુંબઇ વચ્ચે રમાતી મેચના જીવંત પ્રસારણ ઉપર રન ફેરનો જૂગાર રમતા સીટી સી ડીવીઝન પોલીસે રૂા.10850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.3 માં રહેતો પ્રિતીન ભરત વાઘેલા (ઉ.વ.27) નામનો શખ્સ શનિવારે રાત્રિના સમયે જાહેરમાં મોબાઇલ ફોનમાં CREX GO Premium નામની એપ્લીકેશન માં લાઈવ સ્કોરના આધારે ભારતમાં રમાતી આઈપીએલ 20-20 માં ચેન્નાઇ અને મુંબઇ વચ્ચેની મેચમાં રનફેરનો સોદો કરી હાર-જીત કરાવતો હતો ત્યારે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન પ્રીતીન ભરત વાઘેલા નામના શખ્સને રનફેરનો જૂગાર રમાડતા ઝડપી લઇ તેની પાસેથી રૂા.1850 ની રોકડ રકમ અને રૂા.9000 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.10,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રીતીન અને એક મોબાઇલ ધારક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હેકો જે.કે. વજગોળ તથા સ્ટાફે ચલાવી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular