Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયાની જાણીતી પ્રેસિડેન્ટ સ્કૂલનો મંગળવારે વાર્ષિક મહોત્સવ

ખંભાળિયાની જાણીતી પ્રેસિડેન્ટ સ્કૂલનો મંગળવારે વાર્ષિક મહોત્સવ

- Advertisement -

ખંભાળિયામાં ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સિંહણ રોડ તરફ આવેલી જાણીતી ધી પ્રેસિડેન્ટ સ્કૂલના વાર્ષિક મહોત્સવ સાથે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન આગામી મંગળવાર તારીખ 16 મે ના રોજ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ પ્રસંગે ધી પ્રેસિડેન્ટ સ્કુલ ખાતે મંગળવારે યોજવામાં આવેલા “સંબંધોના સરવાળા” કાર્યક્રમ અંતર્ગત વિવિધ બાબતે વિદ્યાર્થીઓ તથા સંલગ્ન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10 અને 12 પછી શું?, બાળકોનો સર્વાંગી અને ગુણવત્તાસભર વિકાસ કઈ રીતે થાય? આ બાબતે તજજ્ઞો દ્વારા મનોમંથન સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ સાથે યોજવામાં આવેલા સન્માન સમારંભમાં પત્રકારિતા ક્ષેત્રે યોગદાન આપનારા અગ્રણી પત્રકાર કુંજનભાઈ રાડિયાનું ખાસ અભિવાદન પણ કરવામાં આવશે.

આ પ્રસંગે રાજકોટના જાણીતા ડો. મેહુલભાઈ રૂપાણી (ડાયરેક્ટર, વર્ચ્યુઅલ વિદ્યાપીઠ, એમ.ડી. લેવલ નેક્સ્ટ પ્રોજેક્ટ – રાજકોટ) જાણીતા ભાગવત આચાર્ય શાસ્ત્રીજી ભાવેશભાઈ આરંભડીયા, શિક્ષિત યુવાન અને રાજકીય અગ્રણી મયુરભાઈ ગઢવી, ઓર્થોપેડિક સર્જન ડો. અમિતભાઈ નકુમ તેમજ રાજકોટના જાણીતા મોટીવેશનલ સ્પીકર હર્ષદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહેશે.આ આયોજનમાં સહભાગી થવા પ્રબુદ્ધ નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય સંચાલક માહીસર દ્વારા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular