Thursday, April 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના આંગણે અનંત-રાધિકાના લગ્નપૂર્વેનો ઉત્સવ

જામનગરના આંગણે અનંત-રાધિકાના લગ્નપૂર્વેનો ઉત્સવ

- Advertisement -

અંબાણી પરિવારની અન્નસેવા

- Advertisement -

પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશીપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે અને જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે. આજે રિલાયન્સ ટાઉનશીપની નજીક આવેલા જોગવડ ગામે મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ‘, રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાની સહિતના અંબાણી અને મર્ચન્ટ પરિવારના સભ્યોએ જાતે હાજર રહીને પોતાના હાથે પરંપરાગત ગુજરાતી વાનગીઓ આસપાસના ગામોના લોકોને પિરસી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. રાત્રિભોજન બાદ, ઉપસ્થિત સહુકોઈને લોક ડાયરા માટે આમંત્રિત કરાયા હતા, જ્યાં જાણીતા ગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ લોકગીતોની રમઝટ બોલાવીને બધાને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંપૂર્ણ વિઝન હેઠળ આ પ્રિ-વેડિંગ સેરેમનીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ખંભાળિયાના મૂળ વતની એવા નથવાણી પરિવારના વતન ખંભાળિયાની રસોઈ પણ હવે વર્લ્ડ ફેમસ સાબિત થઈ છે.

ત્રણ દિવસના કાર્યક્રમો

- Advertisement -

– તા. 1 માર્ચ : એન ઇવનિંગ ઇન એવરલેન્ડ થીમ પર મહેમાનો કોકટેલ પરિધાનમાં સજ્જ રહેશે.
– તા. 2 માર્ચ : એ વોક ઇન ધી વાઇલ્ડ ચાઇલ્ડ યોજાશે. જેમાં મહેમાનોને જનરલ ફિવર ડ્રેસ કોડ અપાયો છે. અહીંના એનિમલ રેસ્ક્યૂ એન્ડ રી હે ડિલિટેશન સેન્ટરમાં મહેમાનોને ટુર કરાવવામાં આવશે. ત્યારબાદ આઉટડોર એક્ટિવીટી યોજાશે. મહેમાનો મેલારૂઝનો અનુભવ કરશે. આ પ્રસંગે દક્ષિણ એશિયાઇ પરિધાનમાં ઉપસ્થિત રહેવા મહેમાનોને જણાવાયું છે.
– તા. 3 માર્ચ : આ દિવસે બે ઇવેન્ટ યોજાશે. એક ટસ્કર ટ્રેઇલ્સ અને બીજી હસ્તાક્ષર. ટસ્કર ટ્રેઇલમાં મહેમાનો જામનગરના પ્રાકૃતિક સૌદર્યને માણશે. હાથી સહિતના વન્ય પ્રાણીઓને નિહાળશે. હસ્તાક્ષર ઇવેન્ટમાં મહેમાનો હિરીટેજ ભારતીય લુકમાં સજ્જ થઇને રિલાયન્સ કેમ્પસમાં ઉભા કરાયેલા મંદિર સંકુલની મુલાકાત લેશે.

મહેમાનોને 2500 પ્રકારના વ્યંજન પિરસાશે
અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ સેરેમનિમાં વિશ્ર્વની ટોચની કંપનીઓનો સીઇઓ ઉપરાંત ગાયક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે તેમની ફૂડ ચોઇસને ધ્યાનમાં રાખીને કુલ 2500 જેટલાં વ્યંજનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં ગુજરાતી અને ભારતીય ઉપરાંત જાપાનીઝ, મેક્સિકન, ઇટાલીયન, પારસી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. દરેક સમયે યોજાનારા ભોજન સમારોહમાં એકપણ વાનગી રિપીટ થશે નહીં. લંચમાં ઓછામાં ઓછી 250 અને ડિનરમાં 275 ડિસિસ મહેમાનો માણી શકશે. આ ઉપરાંત કાર્યક્રમો મોડીરાત્રી સુધી ચાલનારા હોવાના કારણે મિડનાઇટ મીઝબાની માટે પણ ખાસ ડિસીસ તૈયાર કરવામાં આવી છે.

- Advertisement -

મહેમાનોનો જમાવડો

પ્રિ-વેડીંગ સમારોહ માટે મહેમાનોનો મોટો જમાવડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓ આ સમારોહના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, આમીર ખાન, અક્ષયકુમાર, રણબીર, આલિયા, કેટરીના, અનિલ કપૂર, માધુરી દિક્ષીત, અજય દેવગણ, વિક્કી કૌશલ, કરિશ્મા, કરણ જોહર, કાજોલ સહિતના સિતારાઓ ઉપસ્થિત રહેશે. જ્યારે વિદેશી મહેમાનોમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકર્બર, ઇવાન્ટા ટ્રમ્પ, સાઉદી આરામકોના યાસિર રૂમાઇન, કતારના મોહમદબિન અબ્દુલ રહેમાન, સ્વિડનના પૂર્વ પીએમ કાર્લ બિલ્ડ, કેનેડાના પૂર્વ પીએમ સ્ટીફન હાર્પર, બીપીના સીઇઓ બર્નાડ યુની, બોલિવીયાના પૂર્વ પ્રમુખ જોરગે ક્વીરોગા, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પીએમ કેવીન રુડ, વર્લ્ડ ઇકોનોમી ફોરમના ચેરપર્સન કલોસ સ્કવેર, સુંદર પિચઇ ઉપરાંત ભારતીય ઉદ્યોગપતિઓ ગૌતમ અદાણી, કુમાર મંગમલ બિરલા, ગોદરેજ પરિવાર, નંદન નિલકની, સંજીવ ગોએન્કા, ઉદય કોટક, આદર પુનાવાલા, સુનિલ મિતલ, પવન મુંઝાલ, નિખીલ કામત, રોનીશ કલુવાલા, દિલીપ સંઘવી વગેરેનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular