દ્વારકાધીશ જગત મંદિર ખાતે આજે ભક્તિભાવથી ભરપૂર ક્ષણો જોવા મળ્યા, જ્યારે રિલાયન્સ ગ્રુપના અગ્રણી અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ પાવન દ્વારકાધામ પહોંચીને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. પરંપરાગત આસ્થા અને શ્રદ્ધા સાથે તેમણે જગતના નાથ શ્રીકૃષ્ણના ચરણોમાં શીશ નમાવ્યું અને આત્મિક શાંતિ તથા ધન્યતાની અનુભૂતિ વ્યક્ત કરી.
દ્વારકાધીશ મંદિરમાં પહોંચતાં જ અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં વૈદિક વિધિ અનુસાર પૂજા-અર્ચના કરી તેમણે દેશ, સમાજ અને સર્વજનના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ભગવાન દ્વારકાધીશના દિવ્ય દર્શનથી બંનેના ચહેરા પર ભક્તિ અને આનંદ સ્પષ્ટ જોવા મળ્યો.
આ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. અનંત અંબાણી અને રાધિકા અંબાણી દ્વારા દ્વારકાધીશના દર્શન કરવાથી દ્વારકાધામની આધ્યાત્મિક મહિમામાં વધુ વધારો થયો છે. દર્શન બાદ તેમણે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને આ પાવન ક્ષણોને જીવન માટે આશીર્વાદરૂપ ગણાવ્યા.
View this post on Instagram


